કડવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે પૂર્વ IAS અધિકારી એમ.એસ. પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. આ સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલને મંત્રી અને રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીને બીજા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.