Skip to content
...
...

વિભાગ

ગુજરાતના રાજકીય, વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિ અને શહેરી સમાચાર.

ગુજરાત

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

ગુજરાત•ગાંધીનગર•6 નવેમ્બર, 2026

બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી: ૧૨ થી ૧૮ નવેમ્બર સમગ્ર ગુજરાતમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવાશે; ₹૧૫૦૦ કરોડના વિકાસલક્ષી લાભો અપાશે

ગુજરાત સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી 'જનજાતિય ગૌરવ દિવસ' સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કાર્યક્રમોને આખરી ઓપ અપાયો છે. ૧૫ નવેમ્બરે છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. સમગ્ર સપ્તાહ દરમિયાન ૧૪ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક, રમતગમત અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે તેમજ ૩૨,૦૦૦થી વધુ લાભાર્થીઓને ₹૧,૫૦૦ કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.

ગુજરાત•5 નવેમ્બર, 2026

ચીટિંગ, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત: આણંદ પોલીસે ફ્લેટ, જમીનના દસ્તાવેજો અને સોનું-રોકડ પરત અપાવ્યા

ગાંધીનગર ખાતે આયોજિત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આણંદના પીડિતોને કરોડો રૂપિયાની મિલકતો અને રોકડ સન્માનપૂર્વક પરત સોંપવામાં આવી હતી. આણંદ પોલીસની સમયસૂચક અને કડક કાર્યવાહીના પરિણામે અરજદારોને રૂ. ૨૬ લાખનો ફ્લેટ, રૂ. ૩૭ લાખથી વધુની રોકડ-ચેક, ૭ વીઘા જમીન, મકાન-દુકાનના અસલ દસ્તાવેજો તથા ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી પરત મળ્યા છે.

ગુજરાત•ગાંધીનગર•4 નવેમ્બર, 2026

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી: ૨૯૮ ટીમોના દરોડામાં ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટર ઝડપાયા

સંયુક્ત ઓપરેશન: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ૨૯૮ ટીમો દ્વારા ૧૫ દિવસ સઘન તપાસ હાથ ધરાઈ. ​કાર્યવાહી: કુલ ૩૮ શંકાસ્પદ બોગસ તબીબો ઝડપાયા, જેમાંથી ૩૫ વિરુદ્ધ કાયદેસર ગુનો (FIR) દાખલ કરવામાં આવ્યો. ​જિલ્લાવાર વિગત: રાજકોટમાં સૌથી વધુ ૧૭, સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩, સુરેન્દ્રનગરમાં ૦૨ અને અન્ય વિસ્તારોમાં ૦૪ અનધિકૃત તબીબો સામે ફરિયાદ નોંધાઈ. ​ફરાર તત્વો પર નજર: દરોડાના ડરે ક્લિનિક બંધ કરી ભાગી ગયેલા તત્વો સામે પોલીસ સર્વેલન્સ જારી; તહેવારો બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે. ​જનજાગૃતિ અપીલ: માત્ર માન્ય ડિગ્રી (MBBS, આયુર્વેદ, હોમિયોપેથી) ધરાવતા રજિસ્ટર્ડ તબીબો પાસે જ સારવાર કરાવવી; શંકાસ્પદ પ્રેક્ટિસની જાણ તુરંત પોલીસ અથવા PHC/CHCને કરવી.

ગુજરાત•ગાંધીનગર•2 નવેમ્બર, 2026

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવાનો પ્રારંભ

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી આ બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ, ૨૩ આરામદાયક રિવોલ્વિંગ અને રિક્લાઇનિંગ સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ વિસ્ટા ડોમ બસનું લોકાર્પણ કરી તેની સફરનો અનુભવ કર્યો હતો. આગામી સમયમાં રાજ્યનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ સેવા તબક્કાવાર શરૂ કરાશે.

ગુજરાત•30 ઑક્ટોબર, 2026

PM મોદીના હસ્તે બનાસકાંઠાથી ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ: કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તાનું થશે વિતરણ

​મુખ્ય આયોજન: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે બનાસકાંઠાના પ્રવાસે; ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપતી વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ​ખેડૂત કલ્યાણ: 'કિસાન કલ્યાણ થી રાષ્ટ્ર કલ્યાણ' મંત્ર હેઠળ દેશ અને રાજ્યના કરોડો અન્નદાતાઓના ખાતામાં 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' યોજનાનો ૨૪મો હપ્તો સીધો જમા કરવામાં આવશે. ​મહત્વ: આ પરિયોજનાઓથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના જળ વ્યવસ્થાપન, કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા મળશે

ગુજરાત•અમદાવાદ•28 ઑક્ટોબર, 2026

અમદાવાદમાં છેતરપિંડીના બે બનાવો: નરોડા GIDCની કંપની સાથે ₹૮.૬૦ લાખની ઉચાપત, વટવામાં શાકભાજીના વેપારી સાથે Paytm e-KYCના નામે ₹૨૧,૦૦૦ની ઓનલાઇન ઠગાઈ

નરોડા બનાવ: નરોડા GIDCની ‘પ્રીમિયમ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ’ કંપનીમાં કામ કરતા ચિરાગ પટેલે બજારભાવ કરતાં ઊંચા બિલ મંજૂર કરાવી ₹૮,૬૦,૦૦૫ની ઉચાપત કરી. ​વટવા GIDC બનાવ: ઉત્તમનગર હીરાભાઈ ટાવર પાસે શાકભાજીના ૬૦ વર્ષીય વેપારીને Paytm e-KYCના બહાને ફોન અને પાસવર્ડ મેળવી અજાણ્યા શખ્સે ₹૨૧,૦૦૦ સેરવી લીધા. ​પોલીસ કાર્યવાહી: બંને ઘટનાઓ અંગે નરોડા અને વટવા GIDC પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.

ગુજરાત•ગાંધીનગર•26 ઑક્ટોબર, 2026

ગુજરાતમાં ઓછો વરસાદ ધરાવતા ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય

​દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર (સંપૂર્ણ ૪ જિલ્લા). ​ખેડૂત પાક નુકસાની સહાય: SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે પ્રતિ હેક્ટર ₹૮,૫૦૦ સહાય (મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં). ​પશુપાલકો માટે રાહત: પશુ કેમ્પના પશુઓ માટે પ્રતિ પશુ રોજના ₹૮૦ સહાય (શરૂઆતના ૨ મહિના SDRFમાંથી અને ત્યારબાદ રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવશે). ​ઘાસચારા વ્યવસ્થા: અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલો ઘાસનું કિલો દીઠ ₹૨ના રાહતદરે વિતરણ થયું; ૩ કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ અને વધારાની ખરીદી ચાલુ. ​રોજગારી સહાય: ગ્રામીણ વિસ્તારોમાં વી.બી.જી. રામ જી. યોજના અન્વયે ૧૫૦ માનવદિન રોજગારી અપાશે. ​અમલીકરણ તારીખ: તમામ નિર્ણયોનો અમલ તા. ૧ નવેમ્બર, ૨૦૨૬થી શરૂ થશે. ​સિંચાઈ અને પીવાનું પાણી: રવિ સિઝન માટે ૭૬ ડેમોમાંથી ૧થી ૪ પાણ અપાશે; તા. ૩૦/૦૬/૨૦૨૭ સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું.

ગુજરાત•ગાંધીનગર•25 ઑક્ટોબર, 2026

રાષ્ટ્રીય એકતા દિવસ-2026: ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નેશનલ મોટરસાઇકલ રેલીનો પ્રારંભ

ગાંધીનગર સચિવાલય ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ અંતર્ગત યોજાયેલી નેશનલ મોટરસાઇકલ રેલીને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર જવા પ્રસ્થાન કરાવ્યું હતું. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના બાઇકર્સ આ રેલીમાં જોડાયા છે. ‘Say No to Drugs, Say Yes to Life’ના સંદેશ સાથે રેલીના માર્ગમાં વિવિધ સ્થળોએ નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

ગુજરાત•ગાંધીનગર•24 ઑક્ટોબર, 2026

ગુજરાત પોલીસ આવાસ અને કચેરીઓની મરામતમાં ભ્રષ્ટાચાર અટકાવવા DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મોટો નિર્ણય: નવી 'SOP' જાહેર, કામના ક્વોટેશનને બદલે સીધી ગુણવત્તાયુક્ત સામગ્રી ખરીદાશે

​જૂની પદ્ધતિ રદ: વર્ષ ૨૦૨૫-૨૬ માં મરામતના ૮૬% કામો (રૂા. ૧૭.૪૮ કરોડ) "ત્રણ ક્વોટેશન"થી થયા હતા, જેમાં સમયનો વ્યય અને ગેરરીતિની ફરિયાદો ઉઠતી હતી. ​નવો નિયમ: હવે ‘કામના ક્વોટેશન’ મંગાવવાને બદલે ‘ચીજવસ્તુઓના ક્વોટેશન’ મંગાવી ગુણવત્તાયુક્ત સ્પેરપાર્ટ્સ-સામગ્રી કચેરી ખાતે અગાઉથી સ્ટોકમાં રખાશે. ​કડક મોનિટરિંગ: વર્ગ-૧ કે ૨ ના અધિકારીઓ દ્વારા દર મહિને અને કચેરી વડા દ્વારા દર ત્રિમાસિક ગાળે સ્ટોકની ભૌતિક ચકાસણી ફરજિયાત કરવામાં આવી. ​ત્વરિત નિરાકરણ: પ્લમ્બિંગ, વાયરિંગ કે લીકેજ જેવા પ્રશ્નોનું હવે તાત્કાલિક નિરાકરણ આવશે; ફરિયાદો અને નિકાલ માટે અલગ રજીસ્ટર રખાશે.

ગુજરાત•અમદાવાદ•21 ઑક્ટોબર, 2026

પોલીસ શહીદ સ્મૃતિ દિને CM ભૂપેન્દ્ર પટેલની શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ: 'ગુજરાતના ગ્રોથ એન્જિન પાછળ પોલીસ દળની ફરજ નિષ્ઠાનું મોટું યોગદાન'

​૨૧ ઓક્ટોબરના રોજ 'પોલીસ શહીદ સ્મૃતિ દિવસ' નિમિત્તે અમદાવાદના શાહીબાગ શહીદ સ્મારક ખાતે રાજ્યકક્ષાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુરક્ષા માટે પ્રાણની આહુતિ આપનારા વીર શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે તેનો શ્રેય સુદૃઢ કાયદો-વ્યવસ્થા અને પોલીસ દળની કર્તવ્યનિષ્ઠાને ફાળે જાય છે. આ પ્રસંગે શોક ધૂન અને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદોને સન્માન સલામી અપાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્યો, સાંસદ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત•ગાંધીનગર•19 ઑક્ટોબર, 2026

કરજણ નદી પર બ્રિજના નબળા બાંધકામ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સપાટો: કોન્ટ્રાક્ટર સામે રાજપીપળામાં FIR, અધિકારીઓ સામે પણ તપાસ

સ્થળ: રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ, કરજણ નદી પરનો મેજર બ્રિજ, જિલ્લો નર્મદા. ​ખર્ચ: ₹૧૦.૭૧ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૦માં પૂર્ણ થયેલો બ્રિજ. ​મુખ્ય ક્ષતિ: બ્રિજનું એક ફાઉન્ડેશન સેટલ (બેસી જવું) થવાની સાથે અન્ય ભાગોમાં ગંભીર ગુણવત્તાકીય ખામીઓ મળી આવી, જેનાથી પુલ જોખમી બન્યો અને વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો. ​સરકારી પગલાં: ​સુરતની કોન્ટ્રાક્ટર એજન્સી મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ. સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો (FIR) દાખલ. ​જવાબદાર સરકારી ઈજનેરો/અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ હેઠળ કડક શિસ્તભંગના પગલાં લેવાનો આદેશ.

ગુજરાત•અમદાવાદ•6 ઑક્ટોબર, 2026

ચેતજો! WhatsApp પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતાં નિકોલના વૃદ્ધે ₹૫.૧૯ લાખ ગુમાવ્યા; ચાણક્યપુરીના શખ્સે વિદેશ મોકલવાના નામે યુવકને ₹૨૮ લાખનો ચૂનો ચોપડ્યો

અમદાવાદ શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના બે અલગ-અલગ બનાવોમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે: ​સાયબર ક્રાઇમ: નિકોલના ૬૫ વર્ષીય વૃદ્ધને વ્હોટ્સએપ પર "BOI PAN CARD UPDATE.apk" ફાઈલ મોકલી મોબાઈલનો એક્સેસ મેળવી બેંક ખાતામાંથી ₹૫.૧૯ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લેવાઈ. ​સોલા હાઇકોર્ટ: મહેસાણાના કડીના યુવકની પત્નીને ફિનલેન્ડ દેશના વર્ક પરમિટ વિઝા અને નોકરી અપાવવાના બહાને ઘાટલોડિયાના શખ્સે ખોટા દસ્તાવેજો પધરાવી ₹૨૮ લાખની છેતરપિંડી આચરી.