Skip to content
...
...

ચેતજો! WhatsApp પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતાં નિકોલના વૃદ્ધે ₹૫.૧૯ લાખ ગુમાવ્યા; ચાણક્યપુરીના શખ્સે વિદેશ મોકલવાના નામે યુવકને ₹૨૮ લાખનો ચૂનો ચોપડ્યો

અમદાવાદ શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના બે અલગ-અલગ બનાવોમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે: ​સાયબર ક્રાઇમ: નિકોલના ૬૫ વર્ષીય વૃદ્ધને વ્હોટ્સએપ પર "BOI PAN CARD UPDATE.apk" ફાઈલ મોકલી મોબાઈલનો એક્સેસ મેળવી બેંક ખાતામાંથી ₹૫.૧૯ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લેવાઈ. ​સોલા હાઇકોર્ટ: મહેસાણાના કડીના યુવકની પત્નીને ફિનલેન્ડ દેશના વર્ક પરમિટ વિઝા અને નોકરી અપાવવાના બહાને ઘાટલોડિયાના શખ્સે ખોટા દસ્તાવેજો પધરાવી ₹૨૮ લાખની છેતરપિંડી આચરી.

6 ઑક્ટોબર, 2026 10:53 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
ચેતજો! WhatsApp પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતાં નિકોલના વૃદ્ધે ₹૫.૧૯ લાખ ગુમાવ્યા; ચાણક્યપુરીના શખ્સે વિદેશ મોકલવાના નામે યુવકને ₹૨૮ લાખનો ચૂનો ચોપડ્યો
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી (સૌજન્ય: અમદાવાદ શહેર ​અમદાવાદ:

અમદાવાદ શહેરમાં સાયબર ફ્રોડ અને વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા પડાવી લેવાના બે અલગ-અલગ ગુના નોંધાયા છે.

​૧. સાયબર ક્રાઇમ: બેંક પાન કાર્ડ અપડેટના નામે નિકોલના વૃદ્ધ સાથે ₹૫.૧૯ લાખની ઠગાઈ

​નિકોલ ખાતે એસ.પી. રીંગ રોડ પાસે આવેલા ભક્તિરાજ બંગ્લોઝમાં રહેતા ૬૫ વર્ષીય ખુશાલસિંઘ ખેમસિંઘ રાજપુતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તારીખ ૦૩/૦૬/૨૦૨૬ થી ૦૪/૦૬/૨૦૨૬ દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર (+91 7090229049) પરથી તેમના વ્હોટ્સએપ પર ‘BOI PAN CARD UPDATE.apk’ નામની શંકાસ્પદ ફાઈલ મોકલવામાં આવી હતી.

​આ ફાઈલ ડાઉનલોડ કરતાં જ અજાણ્યા ભેજાબાજે તેમના મોબાઈલ ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદીના બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) ખાતામાંથી અલગ-અલગ પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા ૫,૧૯,૫૦૬/- ટ્રાન્સફર કરી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી પી.આઈ. પી.એચ. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

​૨. સોલા હાઇકોર્ટ: ફિનલેન્ડના વર્ક પરમિટ વિઝાના નામે ₹૨૮ લાખની છેતરપિંડી

​બીજા બનાવમાં, મહેસાણા જિલ્લાના કડી ખાતે સ્કાય લાઈટ ફ્લેટમાં રહેતા ૩૪ વર્ષીય પરાગભાઈ વિષ્ણુભાઈ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, તારીખ ૨૯/૧૦/૨૦૨૫ થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન ઘાટલોડિયાના ચાણક્યપુરી સ્થિત નેહા એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી રોહિત નટવરલાલ શર્મા (ઉં.વ. ૪૬) એ પરાગભાઈને વિશ્વાસમાં લીધા હતા.

​આરોપીએ પરાગભાઈની પત્નીને ફિનલેન્ડ દેશના વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની લાલચ આપી ટુકડે-ટુકડે કુલ રોકડ રૂપિયા ૨૮,૦૦,૦૦૦/- મેળવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીએ ફિનલેન્ડમાં નોકરી માટેનો ખોટો ઓફર લેટર, વર્ક પરમિટ વિઝા તેમજ ત્યાં રહેવા માટેની નકલી રિસિપ્ટ વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. જોકે, ઓરિજિનલ દસ્તાવેજો ન આપી કે લીધેલા નાણાં પરત ન કરી પરાગભાઈ સાથે ઠગાઈ કરી હતી. આ કેસની તપાસ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી. મેસવાણીયા ચલાવી રહ્યા છે.જોકે, ઓરિજિનલ દસ્તાવેજો ન આપી કે લીધેલા નાણાં પરત ન કરી પરાગભાઈ સાથે ઠગાઈ કરી હતી. આ કેસની તપાસ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી. મેસવાણીયા ચલાવી રહ્યા છે.

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.