Skip to content
...
...

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

9 નવેમ્બર, 2026 09:15 AMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
 ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

અમદાવાદ: દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદના સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરોને વિશેષ બજાર ઉઉપલબ્ધ થઈ રહ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ મેળો સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ માટે રોજગારી તથા આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે.દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલા આ સરસ મેળામાં વિવિધ મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓ, હસ્તકલા ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની બનાવટોને ગ્રાહકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. આના કારણે સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓને સીધું બજાર મળી રહ્યું છે અને કારીગરોનેપોતાની કળા તથા ઉત્પાદનોનું વેચાણ કરવાની નવી તક મળી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતી વિવિધ પહેલનાપરિણામે નાના વેપારીઓ, મહિલા સ્વસહાય જૂથો અને પરંપરાગત કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને ખાદી અને પોલિ-વસ્ત્રોની ખરીદી પર આપવામાં આવતી વિશેષ રિબેટ જેવી પ્રોત્સાહક વ્યવસ્થાઓથી સ્વદેશી ઉત્પાદનો તરફ ગ્રાહકોનું આકર્ષણ વધારવાનો પ્રપ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આવા મેળાઓ માત્ર ખરીદી-વેચાણ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક કારીગરોની સર્જનાત્મકતા, પરંપરાગત કળા અને મહિલા સ્વરોજગારને નવી ઓળખ અપાવવાનું પણ કાર્ય કરે છે. મહિલા સ્વસહાય જૂથોને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની તક મળવાથી તેમની આવકમાં વધારો થવાની સાથે આત્મનિર્ભર બનવાની દિશામાં પણ પ્રોત્સાહન મળે છે.આમ, અમદાવાદનો સરસ મેળો દિવાળીના ઉત્સવની ખરીદી સાથે સ્થાનિક રોજગારી, સ્વદેશી ઉત્પાદનો અને આત્મનિર્ભર અર્થતંત્રને પ્રોત્સાહન આપતી પહેલ તરીકે મહત્વપૂર્ણ બની રહ્યો છે.સમાચાર સૌજન્ય: ગુજરાત સરકારમાહિતી વિભાગ

અખિલ ગુજરાત (દૈનિક સમાચાર)

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.