‘અટલ સ્વાન્તઃ સુખાય યોજના’ હેઠળ પ્રોજેક્ટની ઓનલાઈન નોંધણી ફરજિયાત: 15 નવેમ્બર છેલ્લી તારીખ
રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના પ્રોજેક્ટની નોંધણી 15 નવેમ્બર સુધીમાં assy.gujarat.gov.in પોર્ટલ પર કરાવવાની રહેશે. અગાઉ લેખિત રીતે નોંધણી કરાવનારાઓએ પણ ફરીથી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગુજરાત સરકારની ‘અટલ સ્વાન્તઃ સુખાય યોજના’ હેઠળ પ્રોજેક્ટની નોંધણી અને નામાંકન માટે હવે ઓનલાઈન પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓની સર્જનાત્મકતા, નવીન વિચારો તેમજ લોકોપયોગી કામગીરીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ યોજના અમલી બનાવવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા નવીન પ્રયોગો, રચનાત્મક કામગીરી અને જનહિતલક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે.આ યોજનામાં ભાગ લેવા ઇચ્છુક અધિકારીઓ અને કર્મચારીઓએ હવે પોતાના પ્રોજેક્ટની નોંધણી તથા નામાંકન માટે રાજ્ય સરકારના નિર્ધારિત ઓનલાઈન પોર્ટલ assy.gujarat.gov.in પર નોંધણી કરાવવાની રહેશે.આથી રાજ્ય સરકારના સંબંધિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે, જેથી તેમના નવીન અને લોકોપયોગી પ્રોજેક્ટ યોજનાની પ્રક્રિયામાં સામેલ થઈ શકે.




