ગુજરાત•ગાંધીનગર•4 નવેમ્બર, 2026
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી: ૨૯૮ ટીમોના દરોડામાં ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટર ઝડપાયા
સંયુક્ત ઓપરેશન: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ૨૯૮ ટીમો દ્વારા ૧૫ દિવસ સઘન તપાસ હાથ ધરાઈ.
કાર્યવાહી: કુલ ૩૮ શંકાસ્પદ બોગસ તબીબો ઝડપાયા, જેમાંથી ૩૫ વિરુદ્ધ કાયદેસર ગુનો (FIR) દાખલ કરવામાં આવ્યો.
જિલ્લાવાર વિગત: રાજકોટમાં સૌથી વધુ ૧૭, સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩, સુરેન્દ્રનગરમાં ૦૨ અને અન્ય વિસ્તારોમાં ૦૪ અનધિકૃત તબીબો સામે ફરિયાદ નોંધાઈ.
ફરાર તત્વો પર નજર: દરોડાના ડરે ક્લિનિક બંધ કરી ભાગી ગયેલા તત્વો સામે પોલીસ સર્વેલન્સ જારી; તહેવારો બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે.
જનજાગૃતિ અપીલ: માત્ર માન્ય ડિગ્રી (MBBS, આયુર્વેદ, હોમિયોપેથી) ધરાવતા રજિસ્ટર્ડ તબીબો પાસે જ સારવાર કરાવવી; શંકાસ્પદ પ્રેક્ટિસની જાણ તુરંત પોલીસ અથવા PHC/CHCને કરવી.