Skip to content
...
...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવાનો પ્રારંભ

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી આ બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ, ૨૩ આરામદાયક રિવોલ્વિંગ અને રિક્લાઇનિંગ સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ વિસ્ટા ડોમ બસનું લોકાર્પણ કરી તેની સફરનો અનુભવ કર્યો હતો. આગામી સમયમાં રાજ્યનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ સેવા તબક્કાવાર શરૂ કરાશે.

2 નવેમ્બર, 2026 07:53 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવાનો પ્રારંભ
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

ગાંધીનગર/એકતાનગર: ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા તેમજ રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાતને પ્રવાસીઓ માટે વધુ યાદગાર બનાવવા એક નવી પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક એસી વિસ્ટા ડોમ કોચ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ બસનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિસ્ટા ડોમ બસની સફરનો અનુભવ પણ કર્યો હતો.આ બસની વિશેષતા તેની પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ એટલે કે ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન છે. જેના કારણે પ્રવાસીઓ સંપૂર્ણપણે વાતાનુકૂલિત કેબિનમાં આરામથી બેસીને ખુલ્લા આકાશ અને રસ્તામાં જોવા મળતાં કુદરતી તથા નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે. આ બસની વિશેષતા તેની પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ એટલે કે ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન છે. જેના કારણે પ્રવાસીઓ સંપૂર્ણપણે વાતાનુકૂલિત કેબિનમાં આરામથી બેસીને ખુલ્લા આકાશ અને રસ્તામાં જોવા મળતાં કુદરતી તથા નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે.પ્રવાસીઓની સુવિધા માટે બસમાં કુલ ૨૩ મુસાફરો માટે રિવોલ્વિંગ અને સંપૂર્ણપણે બસની બાહ્ય બોડી પર ગુજરાતનાં વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળોને આકર્ષક ગ્રાફિક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડોનું સફેદ રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે. કરી શકાય તેવી રિક્લાઇનિંગ સીટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રીમિયમ એલઈડી સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસમાં અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ તેમજ ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસની બાહ્ય બોડી પર ગુજરાતનાં વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળોને આકર્ષક ગ્રાફિક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડોનું સફેદ રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ અંતર્ગતબસની બાહ્ય બોડી પર ગુજરાતનાં વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળોને આકર્ષક ગ્રાફિક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડોનું સફેદ રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ પાંચ વિસ્ટા ડોમ કોચ બસ તૈયાર કરવામાં આવી છે. એક બસની કિંમત આશરે રૂ. ૨.૧૯ કરોડ હોવાનું જણાવાયું છે. તેમાંથી હાલ બે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ત્રણ બસોનું લોકાર્પણ આગામી બે મહિનામાં કરવાનું આયોજન છે.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આગામી સમયમાં ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ પ્રકારની પ્રીમિયમ બસ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. આ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રવાસીઓ આ બસ પ્રવાસીઓ આ બસ સેવાનો લાભ લેવા માટે GSRTCની સત્તાવાર વેબસાઇટ મારફતે ટિકિટ બુક કરાવી શકશે.આ નવીન બસ સેવા શરૂ થવાથી પ્રવાસીઓ માટે મુસાફરી માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનું માધ્યમ નહીં રહે, પરંતુ પ્રવાસ દરમિયાન જ ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક વારસાને નજીકથી માણવાનો એક નવો અનુભવ બની રહેશે. ગુજરાતના પ્રવાસન પરિવહન ક્ષેત્રમાં આ પહેલથી પ્રીમિયમ પ્રવાસન સેવાઓના નવા વિકલ્પો ઉપલબ્ધ થવાની શક્યતા છે .અહેવાલ: અખિલ ગુજરાત દૈનિક સમાચાર

તંત્રી: શૈલેષભાઈ જે. પરમાર

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.