Skip to content
...
...

જનહિત • જનજાગૃતિ આજથી નવી શરૂઆત... આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

અખિલ ગુજરાત ન્યૂઝ વેબસાઈટ સાથે જોડાઓ આજથી અખિલ ગુજરાત ન્યૂઝ વેબસાઈટ પર સમાચાર પ્રકાશિત કરવાની નવી શરૂઆત!

25 સપ્ટેમ્બર, 2026 09:28 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
જનહિત • જનજાગૃતિ આજથી નવી શરૂઆત... આપ સૌનું હાર્દિક સ્વાગત છે!
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

ગુજરાતના જનજન સુધી સત્ય, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતાના સંકલ્પ સાથે સમાચાર પહોંચાડવાના ઉદ્દેશથી અખિલ ગુજરાત ન્યૂઝ વેબસાઈટ આપની સમક્ષ ઉપસ્થિત છે.

સમાચાર માત્ર માહિતી નથી, પરંતુ સમાજને જાગૃત કરવાનું એક સશક્ત માધ્યમ છે. જનતાના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ, સામાજિક પ્રવૃત્તિઓ, સરકારી યોજનાઓ, જાહેર હિતના મુદ્દાઓ અને ગુજરાતની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને વાચકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે.

✍️ અમારો સંકલ્પ

🔹 સત્ય અને તથ્ય આધારિત સમાચાર રજૂ કરવાનો પ્રયાસ.

🔹 જનતાના પ્રશ્નો અને જાહેર હિતના મુદ્દાઓને વાચા આપવી.

🔹 સમાજમાં જાગૃતિ આવે તેવા સમાચારોને પ્રાધાન્ય આપવું.

🔹 જવાબદાર અને નૈતિક પત્રકારત્વના મૂલ્યો જાળવવા.

🔹 ગુજરાતની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને સ્થાનિક સમાચારો આપ સુધી પહોંચાડવા.

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.