Skip to content
...
...

વિદેશ જવાના નામે લાખોની છેતરપિંડીફોર્ચ્યુન ઇન્ટરનેશનલ'ના સંચાલક વૈભવ શિંદે સામે નવરંગપુરામાં ગુનો દાખલ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લૉ ગાર્ડન પાસે આવેલી ‘ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ’ નામની વિઝા કન્સલ્ટન્સીના સંચાલક વૈભવ શિંદે સામે વિદેશ જવા ઇચ્છુક ત્રણ વ્યક્તિઓ પાસેથી કુલ ₹૧૨,૨૫,૦૦૦ મેળવી વિઝા કે વર્ક પરમિટ ન આપી છેતરપિંડી આચરવા બદલ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

7 ઑક્ટોબર, 2026 09:44 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
વિદેશ જવાના નામે લાખોની છેતરપિંડીફોર્ચ્યુન ઇન્ટરનેશનલ'ના સંચાલક વૈભવ શિંદે સામે નવરંગપુરામાં ગુનો દાખલ
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

અમદાવાદ:

વિદેશમાં નોકરી અને સ્થાયી થવાના સપના જોતા યુવાનો સાથે વિઝાના નામે છેતરપિંડી આચરતી ટોળકીઓ સક્રિય છે, ત્યારે આવો જ એક બનાવ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સામે આવ્યો છે. લૉ ગાર્ડન નેશનલ હેન્ડલૂમ પાસે ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી “ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ” નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતા આરોપી વૈભવ શિંદે સામે લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.

​શાસ્ત્રીનગર, સરદાર પટેલનગર સ્થિત અનમોલ ટાવર પાસે રહેતા ૨૮ વર્ષીય કૃપાબહેન ગૌતમભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, એપ્રિલ ૨૦૨૪થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપી વૈભવ શિંદેએ તેમને લક્ઝમબર્ગ દેશના વર્ક વિઝા તથા વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નોર્વે અને ઓસ્ટ્રિયા દેશના વર્ક વિઝા અને પરમિટનું વચન આપી કૃપાબહેન પાસેથી તબક્કાવાર કુલ ₹૫,૧૦,૦૦૦ પડાવ્યા હતા.

​આ ઉપરાંત, આરોપીએ અમિતભાઈ હસમુખભાઈ દવે પાસેથી ₹૧,૫૦,૦૦૦ તેમજ અમીષાબેન વિપુલભાઈ પટેલ પાસેથી ₹૫,૬૫,૦૦૦ વિઝા પ્રોસેસિંગના નામે મેળવ્યા હતા. આમ, ત્રણેય અરજદારો પાસેથી કુલ ₹૧૨,૨૫,૦૦૦ પડાવી લીધા બાદ લાંબો સમય વીતવા છતાં કોઈને વિઝા કે વર્ક પરમિટ આપ્યા નહોતા અને નાણાં પણ પરત ન કરી વિશ્વાસઘાત આચર્યો હતો.

​આખરે ભોગ બનનાર કૃપાબહેન જોશીએ તારીખ ૦૬/૧૦/૨૦૨૬ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વૈભવ શિંદે વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) શ્રી એ.સી. ઝાલા ચલાવી રહ્યા છે.

​સમાચાર ક્રેડિટ: અમદાવાદ સીપીઓફિસ પ્રેસ નોટ

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.