Skip to content
...
...

વધુ પડતી પેઇનકિલર કિડની ફેલ કરી શકે છે: CDSCOની ચેતવણી

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેઇનકિલર લેવા સામે ચેતવણી આપવામાં આવી છે. આ પ્રકારની બેદરકારીથી કિડની ફેલ થવાનું જોખમ રહે છે અને યુવાનોમાં પણ આવા કેસો વધી રહ્યા છે.

4 ઑક્ટોબર, 2026 03:25 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
વધુ પડતી પેઇનકિલર કિડની ફેલ કરી શકે છે: CDSCOની ચેતવણી
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

ડૉક્ટરની સલાહ વિના જાતે પેઇનકિલર લેવાની ટેવ બની શકે છે જોખમી; CDSCO એ કિડની ફેલ થવા અંગે આપી લાલબત્તી

​સામાન્ય દુખાવામાં પણ ડૉક્ટરની સલાહ લીધા વિના પોતાની જાતે પેઇનકિલર (દર્દશામક દવાઓ) ગળી જવાની આદત લોકોના સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ તાજેતરમાં ડૉક્ટરની પરામર્શ વિના લાંબા સમય સુધી પેઇનકિલર દવાઓ લેવા સામે ગંભીર ચેતવણી જાહેર કરી છે.

​નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ માર્ગદર્શન વગર વારંવાર દર્દશામક દવાઓ લેવાથી 'ક્રોનિક કિડની ડિસિઝ' (Chronic Kidney Disease) થઈ શકે છે અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં દર્દીની કિડની સંપૂર્ણપણે ફેલ પણ થઈ શકે છે.

​હાલના સમયમાં આ આદતને કારણે યુવાનોમાં પણ કિડની ફેલ થવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. કિડની ગંભીર રીતે પ્રભાવિત થતાં ઘણા દર્દીઓને ડાયાલિસિસ કરાવવાની ફરજ પડી રહી છે. તેથી, નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈપણ પ્રકારના દુખાવા માટે જાતે દવાઓ લેવાના બદલે તાત્કાલિક યોગ્ય તબીબી તપાસ કરાવી સલાહ અનુસાર જ દવાઓ લેવી જોઈએ.

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.