Skip to content
...
...

અમદાવાદ: જૂની ₹૫ની નોટના બદલામાં ₹૭૫ લાખ આપવાની લાલચ આપી રામોલના વેપારી સાથે ₹૧ લાખથી વધુની છેતરપિંડી

ફેસબુક પર ટ્રેક્ટરવાળી જૂની ₹૫ની નોટ ખરીદવાની જાહેરાત જોઈ સંપર્ક કર્યો. રજિસ્ટ્રેશન અને ટ્રાન્સપોર્ટના બહાને ટુકડે-ટુકડે ઓનલાઇન નાણાં પડાવી લીધા.

8 ઑક્ટોબર, 2026 06:39 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
અમદાવાદ: જૂની ₹૫ની નોટના બદલામાં ₹૭૫ લાખ આપવાની લાલચ આપી રામોલના વેપારી સાથે ₹૧ લાખથી વધુની છેતરપિંડી
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

અમદાવાદ:

સોશિયલ મીડિયા પર જૂની ચલણી નોટો અને સિક્કાના બદલામાં લાખો રૂપિયા આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો વધુ એક કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ જૂની પાંચ રૂપિયાની નોટના બદલામાં ₹૭૫ લાખ મેળવવાની લાલચમાં ₹૧ લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.

​મળતી વિગતો અનુસાર, ન્યૂ વસ્ત્રાલ ખાતે રહેતા અને મહાદેવ એસ્ટેટમાં ‘એસ. કે. એન્જિનિયરિંગ વર્ક્સ’ નામે કારખાનું ધરાવતા કનુભાઇ મફતલાલ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ તેઓ કારખાને બેસી ફેસબુક પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે “જૂની સિક્કા કંપની અમદાવાદ ગુજરાત ચેતન પટેલ મજૂર પાટીદાર અમદાવાદ” નામની એક રીલ જોવા મળી હતી. આ રીલમાં જૂની ₹૫ની ટ્રેક્ટરવાળી નોટના બદલામાં ₹૭૫ લાખનું વળતર આપવાની જાહેરાત સાથે એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો.

​કનુભાઇ પાસે આવી નોટ ઉપલબ્ધ હોવાથી તેમણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડનાર શખ્સે પોતાની ઓળખ 'ચેતન પટેલ' તરીકે આપી વોટ્સએપ પર નોટનો ફોટો, સરનામું અને કનુભાઇનો ફોટો મંગાવ્યો હતો. ત્યારબાદ તેણે પ્રોસેસિંગ/રજિસ્ટ્રેશન પેટે ₹૭૨૦ ઓનલાઇન મંગાવ્યા હતા અને ખાતરી આપી હતી કે બે કલાકમાં તેમનો માણસ ઘરે આવી ₹૭૫ લાખ રોકડા આપી જશે.

​બીજા દિવસે આરોપીએ ટ્રાન્સપોર્ટ ગાડીના બિલ પેટે વધુ ₹૭,૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારપછી ગાડી રસ્તામાં હોવાના અને રૂપિયા મોકલવાના અલગ-અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹૧,૦૦,૨૧૯/- ઓનલાઇન પડાવી લીધા હતા. લાંબો સમય રાહ જોવા છતાં કોઈ રૂપિયા ન મળતાં છેતરાયાનો અહેસાસ થતાં કનુભાઈએ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી પી.આઈ. શ્રી એમ. આર. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે. (ક્રેડિટ.અમદાવાદ સીપી ઓફિસ પ્રેસ નોટ)

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.