Skip to content
...
...

મહેસાણા રેલ્વે મુસાફર માટે સારા સમાચાર: સાબરમતીથી મહેસાણા વાયા બેચરાજી રૂટ પર ૨ નવી MEMU ટ્રેનો દોડાવવા રેલવે મંત્રાલયની મંજૂરી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદ સભ્ય મયંક નાયકની રજૂઆતને પગલે સાબરમતીથી મહેસાણા વચ્ચે વાયા બેચરાજી થઈને મુસાફરોની સુવિધા માટે બે નવી મેમૂ (MEMU) ટ્રેનો (ગાડી સં. 69127/69128 અને 69131/69132) દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી છે.

29 ઑક્ટોબર, 2026 04:54 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
મહેસાણા રેલ્વે મુસાફર માટે સારા સમાચાર: સાબરમતીથી મહેસાણા વાયા બેચરાજી રૂટ પર ૨ નવી MEMU ટ્રેનો દોડાવવા રેલવે મંત્રાલયની મંજૂરી
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

અમદાવાદ/મહેસાણા અમદાવાદ મહેસાણા વચ્ચે વાયા બેચરાજી અવરજવર કરતા હજારો દૈનિક મુસાફરો, નોકરિયાતો અને વેપારીઓ માટે રેલવે તંત્ર તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સગવડતા વધારવા માટે રેલવે મંત્રાલય દ્વારા આ રૂટ પર નવી મેમૂ (MEMU) ટ્રેનો દોડાવવાની લીલી ઝંડી આપી દેવામાં આવી છે.રાજ્યસભા સાંસદ મયંક નાયકે પ્રજાકીય હિત અને જનસુવિધાને ધ્યાને રાખીને સાબરમતીથી મહેસાણા (વાયા બેચરાજી) રૂટ પર મેમૂ ટ્રેન શરૂ કરવા માટે રેલવે મંત્રાલયને પત્ર લખી રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર પત્ર દ્વારા મંજૂરીની પુષ્ટિ કરી છે. ​મંજૂર કરાયેલી ટ્રેનોની વિગતો:

​ગાડી સં. 69127 / 69128: સાબરમતી – મહેસાણા MEMU

​ગાડી સં. 69131 / 69132: સાબરમતી – મહેસાણા MEMU

​આ ટ્રેનો શરૂ થવાથી પવિત્ર યાત્રાધામ બહુચરાજી (બેચરાજી) જતા શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી અમદાવાદ અને મહેસાણા અવરજવર કરતા લોકોને સસ્તી, સરળ અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. ટ્રેનોના સંચાલન અંગેનો વિસ્તૃત સમયપત્રક રેલવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.