Skip to content
...
...

​ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખ બન્યા પૂર્વ IAS અધિકારી એમ.એસ. પટેલ

કડવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે પૂર્વ IAS અધિકારી એમ.એસ. પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. આ સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલને મંત્રી અને રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીને બીજા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

4 ઑક્ટોબર, 2026 06:38 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
​ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના નવા પ્રમુખ બન્યા પૂર્વ IAS અધિકારી એમ.એસ. પટેલ
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

ઊંઝા:

કડવા પાટીદાર સમાજની સુપ્રસિદ્ધ માતૃ સંસ્થા ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ટ્રસ્ટના નવા પ્રમુખ પદે પૂર્વ આઈએએસ (IAS) અધિકારી એમ.એસ. પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.

​નવા પદાધિકારીઓની વરણી કરવા માટે ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ૨૫૧ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં:

​પ્રમુખ: એમ.એસ. પટેલ (પૂર્વ IAS)

​મંત્રી: મુકેશ પટેલ (ધારાસભ્ય, મહેસાણા)

​બીજા ઉપપ્રમુખ: મૌલેશ ઉકાણી (ઉદ્યોગપતિ, રાજકોટ)

​સંસ્થાના વિકાસ કાર્યો અને સામાજિક જવાબદારીઓને નવી ગતિ આપવા માટે તમામ સભ્યોની હાજરીમાં આ નવા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.