Skip to content
...
...

ગુજરાતમાં આવતીકાલથી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’નો પ્રારંભ

સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની થીમ સાથે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશેગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ, પારદર્શક વહીવટ અને નાગરિકોમાં પ્રમાણિકતાની ભાવના વિકસાવવાના હેતુથી તા. ૩૧ ઓક્ટોબરથી ૭ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.

30 ઑક્ટોબર, 2026 05:36 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
ગુજરાતમાં આવતીકાલથી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’નો પ્રારંભ
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં ભ્રષ્ટાચારના નિર્મૂળ અને વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આવતીકાલ તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬થી તા. ૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની મુખ્ય થીમ ‘Probity for Prosperity –સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ રાખવામાં આવી છે.આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં પ્રમાણિકતા, નૈતિક મૂલ્યો, જવાબદારી અને સક્રિય નાગરિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ સરકારી વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ અભિયાનના ભાગરૂપે આગામી તા. ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યભરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્ઠા અને સત્યનિષ્ઠાના શપથ લેવામાં આવશે. આ સાથે સામાન્ય નાગરિકોને પણ આ પ્રતિજ્ઞામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશેનાગરિકો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ઈ-પ્રતિજ્ઞા લઈ શકશે. આ ઉપરાંત વિવિધ સરકારી સંસ્થાઓમાં નિવારક સતર્કતા, નૈતિક વહીવટ અને ભ્રષ્ટાચાર નિવારણ અંગે ચર્ચાસત્રો, કાર્યશાળાઓ તથા જાગૃતિ કાર્યક્રમો યોજાશે.યુવાનો અને કર્મચારીઓમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ વધે તે માટે ક્વિઝ, ચર્ચા-વિચારણા, નિબંધ અને અન્ય રચનાત્મક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં નાગરિકોની ભાગીદારી વધારવા વોકથોન, મેરેથોન, શેરી નાટકો અને જાગૃતિ ગ્રામસભાઓ યોજાશે.

આ ઉપરાંત રંગોળી, પોસ્ટર મેકિંગ, લોકસાહિત્ય અને પપેટ શૉ જેવા માધ્યમો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવશે. સોશિયલ મીડિયા, બલ્ક એસએમએસ, ઈ-મેઈલ અને વોટ્સએપનો ઉપયોગ કરીને પણ આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સને ટેગ કરીને નાગરિકોની લોકભાગીદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છેસતર્કતા જાગૃતિ સપ્તાહનો મુખ્ય સંદેશ એ છે કે ભ્રષ્ટાચાર નિવારણ માત્ર સરકારી તંત્રની જવાબદારી નથી, પરંતુ તેમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અને સત્યનિષ્ઠા પણ એટલી જ જરૂરી છે.

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.