Skip to content
...
...

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.

8 નવેમ્બર, 2026 07:37 AMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

અમદાવાદ: વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતના ધ્યેયને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો વધુ અસરકારક બનાવવાની દિશામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાકીદ કરી છે. અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા, નાગરિક સુરક્ષા અને નશામુક્ત ભારત અભિયાન સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ વિષયોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવશ્રી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળની વિવિધ એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતબેઠ દરમિયાન રાજ્યની કાયદો-વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની સમીક્ષા સાથે પોલીસ તંત્રના આધુનિકીકરણ, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરી પર નિયંત્રણ, સાયબર ક્રાઇમ સામેની કાર્યવાહી તથા આતંકવાદ વિરોધી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક ક્ષેત્રની કામગીરી, આંતરરાજ્ય પોલીસ સહયોગ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યને લગતા અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓમાં દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ જેહાદ, આર્થિક અપરાધો, સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ તેમજ અતિક્રમણ જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો અંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપ્યા હતા.ખાસ કરીને નશીલા પદાર્થોના દૂષણને અટકાવવા, તેની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવા અને નશામુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનને જનભાગીદારી સાથે આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉચ્ચસ્તરીય બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને વિભાગો વચ્ચે સંકલન વધારીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. સમાચાર સૌજન્ય: ગુજરાત સરકાર, માહિતી વિભાગ

અહેવાલ: શૈલેષભાઈ જે. પરમાર

તંત્રી – અખિલ ગુજરાત (દૈનિક સમાચાર)

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.